Monday, January 14, 2013

માઈન્ડ પાવર



તમે જેવું વિચારસો તેવુ તમારા જીવનમાં બનશે .

                         ઉદાહરણ તરીકે નાનું બાળક સાયકલ શીખતું હોય  ત્યારે તમે એમ કહેશો કે જો સામે ઝાડ છે તેને સાયકલ અથડાવતો નહિ તો શું થશે ખબર છે? તેની સાયકલ તે ઝાડ સાથે જ અથડાશે કારણ કે તમે તેના માઈન્ડ માં વિચાર મુક્યો માટે એટલેકે તમે જેવું વિચારો છો તેવું તમારા જીવનમાં બનશે એટલે હમેશા પોઝેટીવ વિચારો તેટલું પોઝેટીવ બનશે જેમાં કે તમે કોઈ નવું કાર્ય કરવા જઈ રહ્યા છો અને તે કાર્ય વિશે જે પણ વિચાર વિશે તે પ્રમાણે તે કાર્ય નું પરિણામ આવશે જેમકે તમે શરૂઆતમાં તેના વિશે નેગેટીવ વિચારેલ હશે તો તેકાર્ય નું પરિણામ સારું નહિજ આવે ,પણ તેના વિશે પોઝેટીવ વિચારેલ હશે તો તેનું પરિણામ સારુજ આવશે ,આવું  કદાચ તમારા જીવન માં બનેલું હશે જરા શાંતિથી વિચારજો કોઈ પણ કાર્ય શરુ કરતા પૂર્વે તમારા માઈન્ડ માં અસંખ્ય વિચારો આવશે તેમાં નેગેટીવ અને પોઝેટીવ જે વિચારો તમારા પર હાવી થશે તે પ્રમાણે તમારા કાર્ય નું પરિણામ મળશે તેથી તો હમેશા પોઝેટીવ વિચારો ,એવું કેટલી વખત બનેછે તમે લાખ પ્રયત્ન કરો છતાં તમારા ઉપર નેગેટીવ વિચાર હાવી થયા વગર રહેતા નથી ,આનું કારણ શુંછે? આવું કેમ બનેછે ? જરા વિચારો આનું કારણ તમારા જીવન માં બનેલી ઘટના જેના દ્વારા તમે ચોક્કસ માન્યતામાં માનવા લાગો છો ઉદાહરણ તરીકે જોઈ એ કે નાનપણ માં વડીલો દ્વરા તમને કહેલા શબ્દ જેમકે તારા થી  આ કામ નહિ થાય ,તારામાં બુધિ છેજ નહિ ,તારા કામમાં ભલીવાર હોયજ નહિ .તુંતો ડફોળ છે , વગેરે વગેરે જે વાક્યો નાનપણ માં મળેલા છે ,અને સતત સાંભળતા આવ્યા છો જે સમય જતા માન્યતામાં બધાઈ જાય છે ,અને તમે પણ તેવું વિચારતા થાવ છો ,અને આવક્યો હકીકત માં તેવાજ પરિણામ આપવા લાગેછે .આમાંથી બહાર કેવીરીતે નીકળાય ?

તમારી જાતને ચાહો

પહેલા સૌ પ્રથમ તમારી જાતને ચાહતા શીખો તમારી જાતમાં વિશ્વાસ રાખો તમારાથી ક્યારે કોઈ ભૂલ થાય ત્યારે તમારી જાતને દોશી ના ગણો તમારાથી થયેલ ભૂલ નો ભાર લઈ તામાંરીજાતને તેના ભાર નીચે ના દબાવો ,ભૂલ તો દરેક વક્તીથી થાય છે ,મતલબ જે કામ કરે છે તેનાથી ભૂલ થવાની સમભાવના રહેવાનીજ ભૂલમાંથીજ કઈક નવું શીખવા મળશે ,જયારે તમારાથી કયારે ભૂલ થાય ત્યારે તે ભૂલ ને ભૂલી નવા જોસ સાથે આગળ વધવુ.....

Sunday, January 13, 2013

આલ્બર્ટ આઇન્સ્ટાઇન કેમ હતા જિનીયસ?

વિખ્યાત પદાર્થ-વિજ્ઞાની આલ્બર્ટ

આઇન્સ્ટાઇનની ગણના વિશ્વની સૌથી જિનીયસ

હસ્તીઓમાં થાય છે. આઇન્સ્ટાઇનની તેજસ્વિતાનું આખરે

શું કારણ હતું એ અમેરિકન વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે.

અમેરિકાની ફ્લોરિડા સ્ટેટ

યુનિવર્સિટીના વિજ્ઞાનીઓના જણાવ્યા પ્રમાણે

આઇન્સ્ટાઇનના મગજની ફરતે ભૂરા રંગનું એક વિશિષ્ટ

આવરણ (ર્કોટેક્સ) હતું. સામાન્ય લોકોના મગજની ફરતે

આવું કોઈ આવરણ હોતું નથી. વિજ્ઞાનીઓને મતે આ

આવરણને કારણે જ આઇન્સ્ટાઇન સરેરાશ લોકો કરતાં વધારે

તેજસ્વી હતા.આ સંશોધન કરનાર ફ્લોરિડા સ્ટેટ

યુનિવર્સિટીના ઍન્થ્રોપોલૉજિસ્ટ (નૃવંશવિજ્ઞાની) ડેન

ફૉક અને તેમની ટીમે પહેલી વાર આઇન્સ્ટાઇનના મગજ

ફરતેના આવરણનો અભ્યાસ કર્યો હતો. તેમણે ૮૫ સામાન્ય

માણસોના મગજ અને આઇન્સ્ટાઇનના મગજ વચ્ચે

સરખામણી કર્યા બાદ આ તારણ આપ્યું હતું.

તેમનાં તારણો મુજબ આઇન્સ્ટાઇનના મગજનો આકાર

તથા કદ સામાન્ય માણસોના મગજ જેવો જ હતો, પણ

તેમના મગજની કેટલીક ખૂબી અન્ય કરતાં જુદી હતી.

મગજનો જે ભાગ સંવેદના અનુભવવાનું કામ કરે છે, જે

ભાગ નવી બાબતો શીખવાનું અને યાદ રાખવાનું કામ કરે છે

એ અન્ય લોકો કરતાં અનેકગણો શ્રેષ્ઠ હતો.

૧૯૫૫માં આઇન્સ્ટાઇનના મૃત્યુ બાદ

પરિવારજનોની પરવાનગી લઈને તેમના મગજને

શરીરમાંથી દૂર કરવામાં આવ્યું હતું, એ

પછી આઇન્સ્ટાઇનના મગજની જુદા-

જુદા ઍન્ગલથી ૨૪૦

જેટલી તસવીરો લેવામાં આવી હતી એ

પછીનાં વર્ષોમાં અનેક તસવીરો ગુમ થઈગઈ હતી. અત્યારે અમેરિકાના નૅશનલ મ્યુઝિયમ ઑફ હેલ્થ

ઍન્ડ સાયન્સમાં આઇન્સ્ટાઇનના મગજની ૧૪

તસવીરો સચવાયેલી છે.


મુખ્ય ધ્યેય

એક પર્વત હતો. એ પર્વતની ટોચ ઉપર

ખજાનો હતો. બે મિત્રો હતા. તેમણે નક્કી કર્યું કે

આપણે પર્વતની ટોચ પર જઈને

ખજાનો મેળવી લઈએ. બંને

મિત્રો ખજાનાની શોધમાં પર્વત ઉપર

ચડવા લાગ્યા. બંને મિત્રોએ નક્કી કર્યું કે આપણે

અલગ અલગ રસ્તે જઈએ. બંને પોતાના માર્ગ

ઉપર આગળ વધ્યા. થોડા આગળ ગયા તો જોયું કે

માર્ગ પર ચાંદીના સિક્કા પડયા છે. એક મિત્ર તે

એકઠા કરવા લાગ્યો. થેલો ભરી પોતાની સાથે લઈ

લીધા. થોડો આગળ ગયો તો સોનામહોર પડી હતી.

વળી તેણે ભેગી કરી કોથળો ભર્યો અને ખભે

નાખ્યો. ખભા પર વજન વધી ગયું હતું.

વળી થોડો આગળ

વધ્યો તો હીરા વેરાયેલા પડયા હતા. તે હીરા પણ

વીણવા લાગ્યો. કોથળો ભર્યો અને ખભે નાખ્યો.

વજન એટલું બધું વધી ગયું કે તે આગળ ચાલી ન

શક્યો અને માર્ગ પર જ ફસડાઈ પડયો.

બીજો મિત્ર એના માર્ગે ખજાના તરફ આગળ

વધતો જતો હતો. આગળ

ગયો ત્યાં ચાંદીના સિક્કા પડયા હતા. તેને

ભેગા કરવાનું મન થઈ ગયું. જોકે તેને વિચાર

આવ્યો કે હું ચાંદીના સિક્કા માટે

અહીં નથી આવ્યો. એ આગળ વધ્યો. થોડે દૂર

સોનાના સિક્કા અને

પછી હીરા વેરાયેલા પડયા હતા. ના, હું આના માટે

નથી આવ્યો. એવો દૃઢ વિશ્વાસ કરી એ આગળ

વધ્યો. બધું છોડીને એ

સીધો ખજાના સુધી પહોંચી ગયો.

આવું જ સુખ અને સફળતાનું છે. મોટી સફળતા માટે

નાની નાની સફળતાને પણ કુરબાન કરવી પડે છે.

મુખ્ય ધ્યેય પ્રાપ્ત કરવાના માર્ગે માત્ર

નિષ્ફળતા જ નહીં, ઘણી વખત

નાની નાની સફળતા પણ આવતી હોય છે. તેને પણ

નજર અંદાજ કરવી પડે છે. મારે આ જ કરવું છે

અને તેના સિવાય કંઈ જ નથી કરવું.


free click here